ઉદ્યોગ જગતના સમાચાર
પંજાબ
ઉત્પાદકોએ પ્લાયવુડના ભાવમાં વધારો કર્યો
પંજાબમાં પ્લાયવુડ ઉત્પાદકોએ ભાવમાં
7
ટકા જેટલો વધારો કર્યો છે.
તેમના જણાવ્યા પ્રમાણે ફીનોલ,
ફોર્માલ્ડીહાઇડ,
ગ્લુ અને અન્ય કેમીકલ્સમાં
15
ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે જ્યારે કોર વિનિયરમાં
20
ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે,
જેના કારણે આ પગલું લેવામાં આવ્યું છે.
પેટ્રોલના વધતા ભાવ કેમીકલ્સની કિંમતોને અસર કરે છે,
તદ્ઉપરાંત લાકડાના ભાવ પણ વધી રહ્યા છે.
ખાસ કરીને પોપલરના ભાવમાં વધારો નોંધાયો છે.
પંજાબ પ્લાયવુડ મેન્યુ.
એસોસીએશનના જનરલ સેક્રેટરી શ્રી અશોક જૂનેજાએ જણાવ્યું હતું કે
7
ટકા ભાવ વધારો પણ ઉત્પાદકો માટે નુક્શાન ભરપાઇ કરવા પૂરતો નથી તેથી તેમણે
સરકારને આ ઉદ્યોગને રાહત આપવા અપીલ કરી છે.
પંજાબમાં
70
ટકા પ્લાયવુડ લોકલ
(સ્થાનિક)
બજારમાં વેચાય છે.
જ્યારે
30
ટકા અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર,
યુ.પી.,
રાજસ્થાન અને ગુજરાતમાં વેચાય છે.
રાજ્યમાં પરિસ્થિતિ નહીં સુધરે તો ઉત્પાદકોને ભય છે કે વિતરકો માલ ખરીદવા બીજા
રાજ્યો તરફ વળશે.
યમુનાનગર
કાચા માલની તંગી,
ભાવવધારો અને લેબર પ્રોબ્લેમ
દેશના બજારને સૌથી વધુ પ્લાયવુડ પુરુ પાડનાર યમુનાનગરનો પ્લાયવુડ ઉદ્યોગ અનેક
મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.
પોપલર,
નીલગીરીની અછતને કારણે તેના કોરમાં
25
થી
30
ટકાનો વધારો થયો છે છતાં માલની અછત વર્તાય છે.
ગ્લુ અને અન્ય કેમીકલ્સમાં ભાવ વધારો અને ઉપરથી લેબર પ્રોબ્લેમને કારણે
ઉત્પાદકોએ પ્લાયવુડમાં
4
થી
5
ટકાના ભાવ વધારા પછી પણ ઉત્પાદનમાં
25
થી
40
ટકાનો કાપ મુકવો પડયો છે.
ફેક્ટરીમાં મજૂરોની હાજરી
60
થી
70
ટકા જેટલી છે.
માર્ચ-09
સુધી પ્લાયવુડના માંગ થોડી ધીમી રહી હતી પરંતુ હવે તેમાં થોડો સુધારો જોવા મળી
રહ્યો છે.
ઉત્પાદકો આશા રાખી રહાય છે કે દિવાળી સુધીમાં પ્લાયવુડમાં પાંચેક ટકાનો વધારો
થશે.
ગુજરાત
ગુજરાતમાં પ્લાયવુડ ઉદ્યોગની હાલત યમુનાનગર જેવી છે.
ખાસ કરીને પોપલર,
નીલગીરી કોર પર નભતા એકમો વધુ તકલીફો સહન કરી રહયા છે.
પૈસા આપતા પણ કોર વિનિયર જલ્દી મળતો નથી.
લેબર પ્રોબ્લેમ અને કેમીકલ્સનો ભાવ વધારો તો પરેશાન કરે જ છે.
યમુનાનગરથી પોપલર કોર જે અગાઉ
70
થી
80
પૈસા
(ફૂટના)
વચ્ચે મળતો હતો તે એક રૂપિયા ઉપર પહોંચી ગયો છે.
અડૂસો,
નીલગીરી કોર પણ લગભગ તે ભાવની નજીક પહોંચી ગયો છે પરંતુ તેના પર પૂરા નિર્ભર ન
રહી શકાય.
ગર્જન કોર તેના પ્રમાણમાં વધુ મોંઘો પડે છે.
ગુજરાતના પ્લાયવુડ,
ફ્લશડોર,
વિનિયરના
200
જેટલા એકમો છે.
તેમાંના વધુને વધુ એકમો ફ્લશ ડોર્સના ઉત્પાદનમાં વધુ રોકાયેલા છે.
પરંતુ પાછલા બે વર્ષની સરખામણીમાં તેના વેચાણમાં થોડી ઘટ આવી છે જેથી છેલ્લા છ-આઠ
મહિનામાં
2
થી
3
ટકાનો ભાવ ઘટાડો જોવા મળ્યો હતો,
પરંતુ હવે ભાવ સ્થીર થયા છે અને આવનારા સમયમાં પાછો
3
થી
5
ટકાનો ભાવ વધારો જોવા મળે તેવા સંકેતો બજાર આપે છે.
લેમીનેટમાં હરિફાઇ ખૂબ હોવા છતાં કેમીકલ્સ તથા અન્ય રો મટેરિયલના ભાવ વધારાને
કારણે ભાવ સ્થીર છે.
કેટલીક જાણીતી મોટી લેમીનેટ કંપનીના એક્ષ્પોર્ટના ઓર્ડર ઘટતા તેમણે લોકલ બજાર
તરફ વધુ નજર દોડાવવી પડી છે.
નવી બે-ત્રણ
લેમીનેટ કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે તેથી હરિફાઇ વધવા સંભવ છે.
લેમીનેટ
ગ્રીન પ્લાયનો નવો પ્લાન્ટ શરૂ
ભારતની અગ્રગણ્ય ઇન્ટીરીયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ગ્રીન પ્લાય ઇન્ડસ્ટ્રીઝે
પોતાના હિમાચલપ્રદેશના પ્લાન્ટમાં કોમર્શીયલ ધોરણે લેમીનેટ શીટ્સનું ઉત્પાદન
શરૂ કરી દીધું છે.
જો કે હાલમાં આ ઉત્પાદન એક જ પ્રેસમાંથી લેવામાં આવશે જ્યારે બીજા પ્રેસ
તબક્કાવાર શરૂ કરાશે.
અરૂણાચલ પ્રદેશ
રાજ્યના પ્લાયવુડ અને ટીમ્બર ઉદ્યોગનું અસ્તિત્વ ભયમાં
!
1996માં
સુપ્રિમ કોર્ટ લાકડા કાપવા ઉપર કડક નિયમો લાધ્યા હતા જેની અસર ટીમ્બર અને
પ્લાયવુડ ઉદ્યોગ પર પડી છે.
ઘણી ખરી પ્લાયવુડ ફેક્ટરી અને સૉ મીલો બંધ પડી છે.
એક અંદાજ મુજબ રાજ્ય સરકારને
178
કરોડ રૂ.ની
આવક આ બે ઉદ્યોગ ધ્વારા થતી હતી.
રાજ્યના યુનિથ મિનીસ્ટર શ્રી વી.
નારાયણ સ્વામીએ કેન્દ્ર સરકારને એક પત્રમાં રાજ્યને
“ગ્રીન
બોનસ”
આપવા માંગ કરી છે.
અરૂણાચલ પ્રદેશનો 82 ટકા ક્ષેત્ર ફોરેસ્ટ હેઠળ છે. આવક માટે રાજ્ય સરકાર માટે આ
એક મોટું સાધન છે. જો કેન્દ્ર સરકાર મંજૂરી આપે તો આ ઉત્પાદકો તેમજ રાજ્ય
સરકારને મોટો લાભ થાય.
ગુજરાત
1100 કરોડ રૂ.ના ખર્ચે કંડલા નજીક ફર્નિચર ફેક્ટરી શરૂ થશે.
કલકત્તા સ્થિત, લાકડા ઉદ્યોગ સાથે જોડાયેલ થીમ ઇન્ટર્નેશનલ કંપની રૂ. 110
કરોડના રોકાણ સાથે ગુજરાતમાં કંડલા બંદર નજીક એક ફર્નિચર કંપની સ્થાપી રહી છે,
જે દેશમાં આ પ્રકારની સૌથી મોટી કંપની હશે. ટીમ્બર અને મોડયુલર ફર્નિચર
ક્ષેત્રે જાણીતી અને પ.બંગાળ તથા મેઘાલયમાં પોતાના ધંધાકિય કારોબાર ક્ષેત્રે
જાણીતી આ કંપનીએ તાજેતરમાં ગુજરાત સરકાર સાથે
MOU
કરાર કરી સ્થાપવાની ઇચ્છા પ્રદર્શિત કરી છે, જે અંગેની જરૂરી કાર્યવાહી ટૂંક
સમયમાં પૂરી થશે. કંપનીના
MD
આસીમ સાંગે જણાવ્યું હતું કે કંપની 126 કરોડ રૂ.ના ખર્ચે પ. બંગાળમાં યુનિટનું
વિસ્તરણ કરી રહી છે.
ભારતમાં લગભગ 20 ટકાના દરે ફર્નિચર ઉદ્યોગ વિકાસ કરી રહ્યો છે અને કંપની (થીમ
ઇન્ટરનેશનલ) 2015 સુધીમાં 5000 કરોડ રૂ.ના ટર્નઓવરનો લક્ષ્યાંક રાખી રહી છે.
ભારતનું ફર્નિચર બજાર લગભગ 35000 કરોડ રૂ. વાર્ષિક ટર્નઓવર ધરાવે છે.
કંડલા બંદર કે જ્યાં પરદેશથી મોટા પાયે લાકડાની આયાત થાય છે અને જ્યાં સેંકડોની
સંખ્યામાં સૉ મીલો તથા ટીમ્બર ટ્રેડર્સ આવ્યા છે. પશ્ચિમ ભારતમાં આવા વિશાળ અને
સૌથી મોટા ટીમ્બર ઝોનમાં વુડ લેમ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવા ઉદ્યોગ સાહસિકો આકર્ષાય
તે સ્વાભાવિક છે. હાલમાં ગાંધીધામ તથા તેની આસપાસના વિસ્તારોમાં અનેક વુડ લેમ
ઇન્ડસ્ટ્રીઝ શરૂ થઇ રહી છે જેમાં બારી-બારણાં, ફર્નિચર, પ્લાયવુડ, પાર્ટીકલ
બોર્ડઝ અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ છે. ગાંધીધામ, કંડલાથી થોડેક દૂર જ મુંદ્રા બંદર
ઝડપથી વિકાસ પામી રહ્યું છે ત્યારે આવનારા પાંચ વર્ષમાં ગાંધીધામ – કચ્છ માત્ર
ભારત જ નહીં પરંતુ એળિયાના સૌથી મોટા ટીમ્બર ઝોન તરીકે પ્રસિધ્ધિ મેળવશે.
|