સેન્ચૂરી
પ્લાયબોર્ડ
પોતાની ઇમેજ બદલશે
પ્લાયવુડ અને ડેકોરેટીવ વિનિયર ઉત્પાદન
ક્ષેત્રે દેશની ટોચની કંપની કે જે આ ક્ષેત્રે 1000 કરોડ રૂ.નું બજાર ધરાવે છે
તે આ ક્ષેત્રે પોતાની ઇમેજ બદલવા કટીબધ્ધ થઇ છે. જો કે હાલની બદલાતી ઔદ્યોગિક
સ્થિતિ અને બજારની માંગ જોતા પ્લાયવુડ ઉત્પાદન ક્ષેત્રે તેણે વિકાસ પ્રક્રિયાને
ધીમી પાડવાનો નિર્ણય લીધો છે, ઉત્તરાંચલ અને પજાંબમાં પ્લાયવુડના નવા પ્લાન્ટ
સ્થાપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. લગભગ 300 કરોડ રૂપિયાના ખર્ચે સ્થપાનારા નવા
પ્લાયવુડ પ્લાન્ટ માટે જરૂરી સરકારી વિધિઓ સંપન્ન થઇ હતી અને તે પ્લાન્ટ
ઓગષ્ટ-2010માં શરૂ થવાની ગણત્રીઓ હતી પરંતુ કંપનીના જોઇન્ટ ડીરેક્ટર શ્રી સંજય
અગરવાલના જણાવ્યા પ્રમાણે આ નિર્ણય હાલમાં પડતો મુકાયો છે. દેશના પ્લાયવુડના
લગભગ 8000 કરોડના બજારમાં સેન્ચૂરીનો હિસ્સો લગભગ 9 ટકા જેટલો છે. ડેકોરેટીવ
લેમીનેટસ તથા વિનિયરના બજારમાં માંગ વધી રહી છે, સાથે સાથે તે અંગેની પસંદગી
અને વપરાશનો ઝોક પણ વ્યાપક બની રહ્યો ચે પરંતુ સમય અને પરિવર્તનની હવાને
પારખવામાં હંમેશા આગળ રહેતી સેન્ચૂરી કંપનીએ પોતાની ઇમેજ બદલવા આક્રમક અને નવી
વ્યાપારિક નીતિ અખત્યાર કરી છે. જો કે છેલ્લા થોડા સમયમાં કંપનીને પ્લાયવુડ
ઉત્પાદનમાં કાપ મુકવાની ફરજ પડી છે અને તેના નફાને પણ અસર પહોંચી છે. બજારની
માંગ અને આર્થિક વિકાસ નીતિ સાથે સાતત્ય જાળવવા કંપનીએ અનેક પગલાં ભરવા માંડયા
છે. શાહરૂખખાન જેવા બ્રાન્ડ ઇમેજ ટોચના કલાકારને “સાઇન”
કરવામાં આવ્યો હોવાની વિગતો પણ બહાર આવી છે. ટૂંક સમયમાં
“સેન્ચૂરી પગલાં” ની આહટ
સંભાળશે. ગ્રાહકો તથા વિતરકોને સેન્ચૂરી શું આપે છે તે જોવા બહુ રાહ નહીં જોવી
પડે.
| |