માલચંદ એન્ડ સન્સ ગ્રુપ – સુરત
માલચંદ એન્ડ સન્સ ગ્રુપ આજે પ્લાયવુડના ઉત્પાદન અને
વેચાણ સાથે મોટા પાયે રોકાયેલ છે જે સુરત નજીક ગુજરાત વુડલેમ
પ્રોડક્ટ્સ પ્રા. લિ. ના નામે પ્લાયવુડ ઉત્પાદનનું અદ્યતન યુનિટ ધરાવે
છે. કંપની વૉટરપ્રુફ, કોમર્શીયલ પ્લાયવુડ અને બ્લૉક બોર્ડ બનાવે છે.
પ્રિમીયમ અને ડેકોટેક એમ બે બ્રાન્ડ નેમથી વેચાતી તેમની પ્રૉડક્ટ્સ
ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા અન્ય રાજ્યોમાં વેચાય છે. આઇ.એસ.ઓ.
9001 અને 14001 પ્રમાણિત આ કંપની પોતાની બ્રાન્ડ માટે આઇ.એસ.આઇ. માર્ક
પણ ધરાવે છે. આઇ. એસ. ઓ. 14001 પ્રમાણિત જૂજ કંપનીઓ ગુજરાત તથા ભારતમાં
છે જેમાંની એક ગુજરાત વુડલેમ પ્રૉડક્ટ્સ પ્રા. લિ. ગુણવત્તા માટે તેના
ડીલર્સ અને ગ્રાહકોમાં ખૂબ વિશ્વસનીય સ્થાન ધરાવે છે. ખાસ કરીને તેની
માર્કેટીંગ પ્રણાલી ખૂબ જ આક્રમક અને અસરકારક છે. ઓછા નફે વધુ ધંધો અને
ગુણવત્તાવાળો માલ ગ્રાહકને આપી તેનો કાયમી વિશ્વાસ જીતવો તે
વ્યવસાયકળાને આ ખાનદાનની ત્રણ પેઢીઓએ જીવંત રાખી પ્લાયવુડ ઉત્પાદન અને
વેચાણમાં મોટી સફળતા મેળવી છે.
મૂળ રાજસ્થનના શ્રી માલચંદભાઇ સતનાલીવાલાએ આ ગ્રુપની
સ્થાપના કરી. વર્ષો પહેલા તેઓ કલકત્તામાં કાપડ વેચતા, પછી સુરત આવી
1973 થી 1988 સુધી 15 વર્ષ પ્લાયવુડ વેચાણ-ટ્રેડીંગનો ધંધો કર્યો.
ટ્રેડીંગના ધંધામાં તેમણે સારી જમાવટ કરી. પછી તેમના બે દિકરા
ઓમપ્રકાશભાઇ અને આનંદભાઇ પણ આ ધંધામાં જોડાયા. ધંધાદારી કુનેહ અને
ગ્રાહકોના વિશ્વાસ થકી માલચંદ એન્ડ સન્સ ગ્રુપ એ વેપારમાં સારી સફળતા
મેળવી અને 1989માં તેઓએ પ્લાયવુડ ઉત્પાદનના ધંધામાં ઝંપલાવ્યું.
આધુનિક મશીનરી, ગુણવત્તાવાળા રૉ-મટેરિયલનો ઉપયોગ અને
વેચાણકલાના સહારે પ્લાયવુડ બજારમાં આ કંપનીને સારી સફળતા મળી. તેમના
પ્લાયવુડની બંને બ્રાન્ડ પ્રિમિયમ અને ડેકોટેક ડીલર્સ અને ગ્રાહકો
(ઉપભોગકર્તાઓ)માં લોકપ્રિય બની. આ કંપની 4 એમ.એમ. થી માંડી 19 એમ.એમ.
સુધી વૉટરપ્રુફ તથા કોમર્શીયલ પ્લાયવુડ બનાવે છે.
ઓમપ્રકાશભાઇના પુત્ર અમિતભાઇ એમ.બી.એ. (ફાયનાન્સ)નો
અભ્યાસ પૂરો કરી ધંધામાં જોડાયા. ટેક્નોલોજી, માર્કેટીંગ અને ગુણવત્તા
યુક્ત ઉત્પાદન ધ્વારા હરિફાઇના યુગમાં પણ પોતાની પ્રોડક્ટ્સને
‘નવો ટચ’
આપી બજારમાં તેને લોકપ્રિય બનાવવાની કલા એ ત્રણ પેઢીના સુભગ મિલન થકી
વ્યવસાયમાં ઉતરી અને તેથી જ આજે માલચંદ એન્ડ સન્સ ગ્રુપ પ્લાયવુડ
ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રની અગ્રગણ્ય કંપનીમાં સ્થાન મેળવી શક્યું છે.
ત્રણ પેઢીના અનુભવો જુદા જુદા છે પરંતુ પરિણામ તો એક જ છે – સફળતા.
|