ફર્નિચર ચાઈના - 2009
વિશ્વની અગ્રણી ફર્નિચર કંપનીઓની
ડિઝાઈન્સ જોવાની સોનેરી તક
“ફર્નિચર ચાઈના” 2009
ફર્નિચર પ્રદર્શન મેળો તા. 9 થી 12 સપ્ટેમ્બર - 2009 દરમ્યાન શોધાઈ શહેરમાં અલગ
અલગ જગ્યાએ યોજાઈ રહ્યો છે. એશિયાના સૌથી મોટા અને વિશ્વના ત્રીજા નંબરના
ફર્નિચર મેળામાં લગભગ 2300 કંપનીઓ ભાગ લેશે, જેમાં ફ્રેન્ચ, ઈટાલિયન,
વિયેટનામીઝ, મલેશિયન, ઈન્ડોનેશિયન, અમેરિકન, ઓસ્ટ્રેલિયન તેમજ યુ.કે., બેલ્જીયમ,
લેધરલેન્ડ, કોરીયા, સીંગાપોર, થાઈલેન્ડ તથા ભારતની કંપનીઓનો સમાવેશ થાય છે.
4 લાખ ચો. મીટર જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલ આ પ્રદર્શન મેળામાં 3 લાખ
મુલાકાતીઓ આવવાની શક્યતા છે. ફર્નિચર ઉત્પાદન તથા ફર્નિચર મશીનરી ટેકનોલોજી
ક્ષેત્રે ચીન એક મહત્વનો દેશ છે અને ફર્નિચર નિકાસ કરતા વિશ્વના અગ્રણી દેશોમાં
તેની ગણના થાય છે. ગયા વર્ષે તેણે લગભગ 1,30,000 કરોડ રૂપિયાનું ફર્નિચર નિકાસ
કર્યું હતું.
ફર્નિચર ચાઈના પ્રદર્શન મેળામાં વિશ્વની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ Guatier,
Meubles, Demegere, Artan, Internus બનાવતી કંપનીઓ પણ ભાગ લઈ રહી છે. ભારતમાંથી
પણ કેટલીક કંપનીઓ તેમાં ભાગ લેશે.
મુલાકાતીઓને પ્રદર્શન જોવા વિશેષ સગવડ પૂરી પાડવા વિવિધ ટૂર ઓપરેટર્સ કંપનીઓ
સાથે સમજૂતી કરવામાં આવી છે ઓરબીટ્ઝ કોર્પોરેટ એન્ડ ટ્રાવેલ્સ કંપનીએ પ્રદર્શન
જોવા ઈચ્છતા પ્રોફેશનલ્સ મુલાકાતીઓ માટે એક વિશેષ પેકેજ બહાર પાડ્યું છે, જેમાં
એર ટીકીટ, રહેવાનુ, જમવાનુ, સાઈટ સીંઈગ વિગેરેનો સમાવેશ થાય છે. પેકેજની કિંમત
પણ દરેક વર્ગને પોષાય તેવી રાખવામાં આવી છે. વિશેષ માહિતી માટે સંપર્ક સાધવો.
| |