My Account

   You are here: Home > Inside Woodworking > Article

 

સીલીકોન લેમિનેટ્સ દ્વારા સુરત ખાતે ડીલર્સ મીટનું આયોજન

 

‘સીલીકોન’ પ્રિમીયમ લેમિનેટ્સના ઉત્પાદક સ્ટર્લિંગ લેમ લિ. દ્વારા 1 જૂન 2009ના રોજ સુરત ખાતે ડીલર્સ મીટ યોજાઈ.
‘સીલીકોન’ લેમિનેટ્સને બજારની માંગ અનુસાર પહોંચાડવા માટે શું કરવું તેની ચર્ચા ડીલર્સ/ડીસ્ટ્રીબ્યુટર્સ સાથે કરવાના હેતુથી આ મીટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સુરત ખાતેના કંપનીના ડીસ્ટ્રીબ્યુટર શ્રી ધવલ પટેલ, ભરત પટેલ (શ્રી લક્ષ્મી પ્લાયવુડ) અને તેમના ડીલર્સ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
મીટીંગનું ઉદ્ઘાટન કંપનીના ડાયરેક્ટર્સ શ્રી ધર્મેશ પટેલ અને શ્રી અરવિંદ પટેલે કર્યું અને ડીલર્સ ભાઈઓને કંપની વતી પુરો સહકાર આપવાની બાહેધરી આપી.
કંપનીના એમ.ડી.શ્રી ધર્મેશ પટેલે 'Silicon'લેમિનેટ્સની ગુણવત્તા અંગે પણ ચર્ચા કરી જેમાં તેમણે કંપનીની ભાવી યોજનાઓને તેમની સમક્ષ રજૂ કરી.
આ પ્રસંગે ‘ગોલ્ડ સ્કીમ’ હેઠળ વિજેતા ડીલર્સ ભાઈઓને ઈનામનું વિતરણ કરવામાં આવ્યું. મે. ઉમિયા વિજય સૉ મીલ (શ્રી રોમીત પટેલ) ને સૌથી વધારે ફાયદો થયો, બીજા ક્રમે શ્રી રાજકુમાર (મે. વેલ ડેકોરા) શ્રી નંદુભાઈ (ઓમ ટીમ્બર) તથા અન્ય ડીલર્સ ભાઈઓને શ્રી ધર્મેશભાઈના હસ્તે ઈનામ વહેંચવામાં આવ્યા.
‘ગોલ્ડ સ્કીમ’ની સફળતાથી પ્રેરાઈને કંપનીએ ‘શીટ વેચો થાઈલેન્ડ જાઓ’ સ્કીમને પણ અમલમાં મુકી.
કંપનીને આશા છે કે આ સ્કીમમાં પણ ડીલર્સ ભાઈઓ ઉત્સાહથી ભાગ લેશે, છેલ્લે શ્રી ભરત પટેલે કંપનીના મેમ્બર્સ તથા ડીલર્સનો આભાર માન્યો હતો.
 


 

 

Go to Top

 


 

Home  l  Directory  l  Premium Suppliers  l  Buy Offers  l  Sell Offers   l  Products  |  Articles  l  Trade Shows  My Account

Privacy Policy  Security  l  Help  l  Contact Us

 

  © 2006 Leepee. All rights reserved.