My Account

   You are here: Home > Inside Woodworking > Article

 

નહીં તો, ફોર્માલ્ડીહાઈડ સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે.

 

ફોર્માલ્ડીહાઈડનો ઉપયોગ ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં થાય છે, અને ખાસ કરીને પ્લાયવુડ ઉદ્યોગમાં તે મુખ્ય કેમિકલ છે. યોગ્ય માત્રામાં તેનો ઉપયોગ થાય તો ઠીક છે પરંતુ વધુ માત્રામાં તેનો ઉપયોગ નુકશાનકર્તા છે, તેની સાથે કામ કરનારા કારીગરો માટે તો ખરું જ, પરંતુ જ્યાં ગોડાઉનોમાં કે દુકાનમાં તે સ્ટોર થયેલ હોય ત્યાં કામ કરનારા અથવા રહેનારા માણસોને માટે પણ સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે. આથી પ્લાયવુડ ફેક્ટરીમાં તેનો યોગ્ય માત્રામાં જ ઉપયોગ કરવો જોઈએ, જો કે તેનો ઓછામાં ઓછો ઉપયોગ કેવી રીતે કરીને સારું પ્લાયવુડ બનાવી શકાય અથવા તેનો બિલકુલ ઉપયોગ ન થાય તે માટે સંશોધન કરવા જોઈએ. આ પ્રકારનું સંશોધન કરીને કોલંબિયાએ ફોર્માલ્ડીહાઈડ ફ્રી પ્લાયવુડ બનાવ્યું છે જે આ પ્રકારનું પ્લાયવુડ બનાવનાર પ્રથમ દેશ છે. ફોર્માલ્ડીહાઈડ ફ્રી હાર્ડવુડ પ્લાયવુડ પેનલને તેમણે પ્યોર બોન્ડ (Pure BondTM) નામ આપ્યું છે.

કેન્સર ઉપર સંશોધન કરતી આંતરરાષ્ટ્રીય એજન્સીએ તેના તારણમાં જણાવ્યું કે મોલ્ડેડ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, ડેકોરેટીવ લેમિનેટ્સ, ફોટોગ્રાફિક ફિલ્મ તથા પ્લાયવુડ ઉદ્યોગમાં વપરાતું કેમિકલ ફોર્માલ્ડીહાઈડ રેઝીન માનવ સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે, પાણીના સંમિશ્રણમાં તે હવામાં જે ગેસ છોડે છે તે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે અને તેનાથી (Myeloid Leukmia) કેન્સર થવાનું જોખમ વધી જાય છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થના એક વિભાગ નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યુટ (NCI) એ તેના છેલ્લા દશ વર્ષના અભ્યાસના તારણનો એક અહેવાલ તાજેતરમાં 12 મે - 2009માં પ્રગટ કર્યો તેમાં આ વિગત જાહેર કરેલી છે. જો કે વિશ્વભરમાં પ્લાયવુડમાં ફોર્માલ્ડીહાઈડનો ઉપયોગ પ્રચલિત છે પરંતુ યોગ્ય માત્રામાં તેનો ઉપયોગ થવો જોઈએ.
 


 

 

Go to Top

 


 

Home  l  Directory  l  Premium Suppliers  l  Buy Offers  l  Sell Offers   l  Products  |  Articles  l  Trade Shows  My Account

Privacy Policy  Security  l  Help  l  Contact Us

 

  © 2006 Leepee. All rights reserved.